ગાંધીનગર : રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 21 કેસ નોંધાયા છે. રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,802  દર્દીઓએ કોરોનાને અત્યાર સુધીમાં મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજો થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,00,105 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્પોરેશન જેની વિરુદ્ધ કાર્યવાહી કરતા ગભરાય છે, કોઇ તૈયાર નહી થતા કલેક્ટરે ફરિયાદી બનવું પડ્યું તેવા ખુંખાર કાલુ ગરદનને ઝડપ્યો


રાજ્યમાં હાલ કુલ 206 એક્ટીવ કેસ છે. જે પૈકી 04 લોકો વેન્ટીલેટર પર છે. 202 નાગરિકો જો કે સ્ટેબલ છે. 8,14,802 નાગરિકો ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10077 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે.જો કે કોરોનાને કારણે આજે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. 33 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. 3 જિલ્લામાં 1-1 કેસ થયા છે. 3 જિલ્લાઓમાં 2-2 કેસ આવ્યા છે. અમદાવાદમાં 7 કેસ આવ્યા છે અને સુરત કોર્પોરેશનમાં 5 કેસ નોંધાયા છે. 


આ બિલાડી બનાવશે તમને માલામાલ, જાણો સરળતાથી માલદાર બનવાની ટેકનીક


જો રસીકરણની વાત કરીએ તો રાજ્ય સરકાર આ મોરચે પણ મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 122 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 4851 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેના નાગરિકો પૈકી 102980 નાગરિકોને રસીનો પ્રથમ અને 57822 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 309997 નાગરિકોને રસીનો પ્રથમ અને 24333 નાગરિકોને રસીનો ડોઝ અપાયો છે. આ પ્રકારે 5,00,105 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3,76,32,704 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube