ગાંધીનગર : ગુજરાતમાં બેકાબુ થયેલો હવે કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. રાજ્યમાં કુલ 1,97,993 લોકોનું રાજ્યમાં રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો રાજ્યમાં સાજા થવાનો દર 93.98 ટકા પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: ખાનગી શાળાઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દંપત્તિના બાળકોની ફી માફ


આજે રાજ્યમાં કોરોનાના કુલ 2230 કેસો નોંધાયા છે. રાજ્યમાં આજે 7109 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 7,57,124 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં જો કોરોનાનાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 38703 એક્ટિવ કેસ છે. જે પૈકી 544 લોકો વેન્ટિલેટર પર છે. 38,149 લોકો સ્ટેબલ છે. 7,57,124 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 9790 લોકોનાં મોત નિપજ્યાં છે. 


AHMEDABAD: અફઘાની નાગરિક અમદાવાદમાં ચલાવતો કોલસેન્ટર, વિદેશીઓને છેતરતો હતો


જો રસીકરણની વાત કરીએ તો 6169 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ અને 5906 વર્કર્સને રસીનો બીજો ડોઝ આજે આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના કુલ 39548 લોકોને પ્રથણ અને 30253 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18થી 45 વર્ષ સુધીનાં કુલ 1,16,117 લોકોને રસી અપાઇ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube