ગુજરાતમાં કોરોનાનો 1,2 કા 4 નો ખેલ, સીધા જ 2265 કેસ થઇ જતા હાહાકાર, 28 જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો
ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 2262 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 240 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.85 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 8,73,457 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 2262 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 240 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.85 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 8,73,457 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
એક્ટિવ કેસની સંખ્યામાં મોટો ઉછાળો...
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં કુલ 7881 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 18 નાગરિકો વેન્ટિલેટર પર છે. 7863 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 8,19,287 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 10125 નાગરિકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચુક્યા છે. આજે કોરોનાને કારણે 2 નાગરિકોનાં મોત થયા છે. એક અરવલ્લીમાં જ્યારે એક નાગરિકનું નવસારીમાં મોત થયું છે.
રસીકરણના મોરચે પણ સરકાર ઝઝુમી રહી છે...
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24ને પ્રથમ 249 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8014 નાગરિકોને રસીનો પ્રથણ અને 36110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 154685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણોમાં 578749 ને આજે રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં કુલ 8,73,457 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
ઓમિક્રોનનાં આજે નોંધાયેલા કેસ તથા અત્યાર સુધીના કુલ કેસની વિગત...
કોરોનાના નવા નોંધાયેલા કેસની વિગત...