GUJARAT CORONA UPDATE: નવા 228 કેસ, 874 રિકવર, 5 નાગરિકોના મોત
- રાજ્યમાં કુલ 2,15,47,305 લોકોને કોરોનાથી અભયદાન મળી ચુક્યું છે. જે પૈકી આજે 3,24,615 લોકોને આજના દિવસમાં અભયદાન અપાયું
- રાજ્યના સતત સુધરી રહેલા રિકવરી રેટના પગલે દર્દીઓનાં મોતનાં પ્રમાણમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, આજે 5 લોકોનાં મોત
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હવે લગભગ નહીવત્ત જેવું થઇ ચુક્યું છે. કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 228 કેસ નોંધાયા હતા. 874 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 97.98 ટકાએ પહોંચ્યો છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,05,542 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં 3,24,615 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો, રિકવરીમાં વધારો
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6579 કેસ એક્ટિવ છે. જે પૈકી 173 લોકો વેન્ટિલેટર પર છે. 6406 દર્દી સ્ટેબલ છે. 805542 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. 10028 લોકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે 5 લોકોનાં મોત નિપજ્યાં છે.
ઝડપી અને યુદ્ધનાં ધોરણે રસીકરણ
રસીકરણની વાત કરીએ તો 3192 હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ અને 4670 વર્કર્સને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 58306 લોકોને પ્રથમ ડોઝ અને 38730 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષના 2,18,207 લોકોને પ્રથમ અને 1510 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે રાજ્યમાં કુલ 2,15,47,305 લોકોને કોરોનાથી અભયદાન મળી ચુક્યું છે. જે પૈકી આજે 3,24,615 લોકોને આજના દિવસમાં અભયદાન અપાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube