GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 26 દર્દી રિકવર, એક પણ મોત નહી
ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,831 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો આજના દિવસમાં 3,67,046 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. ગુજરાત કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,831 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો આજના દિવસમાં 3,67,046 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. ગુજરાત કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
જો જો આવો મિત્ર તો નથીને નહી તો થઇ શકે છે તમારૂ મોત, મોરબીનો અત્યંત ચોંકાવનારો કિસ્સો
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 309 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 305 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,831 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 5, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, નવસારી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.
દેશની તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાં સાગર શકિત ઓપરેશનનું લાઈવ પ્રદર્શન
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 15 ને રસીનો પ્રથમ અને 1693 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષના નાગરિકો પૈકી 12021 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 86502 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 36747 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 230068 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજે કુલ 3,67,046 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 7,74,73,280 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube