ગાંધીનગર :ગુજરાતના ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. તીવ્ર ગતિએ ગુજરાતના શહેરોમાં કોરોના આગળ વધી રહ્યો છે. ત્યા પાટનગર ગાંધીનગરમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. ગાંધીનગરના એકસાથે 26 વિદ્યાર્થીઓને કોરોના થયાના અહેવાલ સામે આવ્યા છે. 
 
ગાંધીનગરના એકસાથે 26 વિદ્યાર્થીઓને કોરોના થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. જેમાં 13 મેડિકલ સ્ટુડન્ટ્સ છે. GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગરના 13 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. ખાસ વાત એ છે કે, ગાંધીનગર શહેરમાં કોરોનાના 45 કેસો નોંધાયા હતા. જેમાંથી 13 કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓ અમદાવાદની કોઇ પાર્ટીમાં ગયા હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત IIT ગાંધીનગરના પણ 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : જગત મંદિર દ્વારકામાં કેમ અડધી પાટલીએ ધજા ચઢે છે, અબોટી બ્રાહ્મણો સાથે સંકળાયેલી આ વાત છે રોચક


તો બીજી તરફ, અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં અમદાવાદમા એક જ દિવસમાં કોરોનાના 259 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 25 જેટલાં કેસ માત્ર જોધપુર વિસ્તારમાં નોંધાયા છે. તો શહેરના ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. થલતેજ, બોડકદેવ, જોધપુર, નારંગપુર ચાંદખેડા, શાહીબાગમા કેસ વધુ છે. અમદાવાદમાં કોરોનાના હાલ છુટાછવાયા કેસ છે. જોકે ક્લસ્ટરમાં કેસ ન નોંધાતા તંત્ર માટે હાલ રાહતના સમાચાર છે.