ગાંધીનગર: રાજયમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. દિવસે ને દિવસે નવા રેક્રોડ સ્થાપિત થઇ રહ્યા છે. ગુરૂવારે 2410 કેસ નોંધાયા હતા જ્યારે આજે ગત 24 કલાકમાં 2640 કેસ નોંધાયા છે. દિવસે ને દિવસે વધતા જતા ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિકટ થતી જાય છે. રોજ કોરોનાના આંકડા પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે.  આજે ગુજરાતનાં નવા 2410 કેસ નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે 2066 લોકો રિકવર થઇને પરત ફરી ચુક્યા છે. આ પ્રકારે કુલ 2,94,650 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જો કે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ 94.21 ટકાએ પહોંચ્યો છે. જો કે બીજી તરફ સરકારે વેક્સિનેશન બાબતે પણ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 65,06,028 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



આજથી 45થી વધારે વય ધરાવતા તમામ લોકોનાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 57,75,904 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું 7,30,124 વ્યક્તિઓનાં બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આ પ્રકારે કુલ 65,06,028  રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષના કુલ 3,51,802 લોકોને પ્રથમ ડોઝનું અને 29,137 લોકોને બીજા ડોઝનું રસિકરણ પુર્ણ કરવામાં આવ્યું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીકરણની આડઅસર જોવા મળી નથી. 


જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 13559કેસ એક્ટિવ છે જે પૈકી 158 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 13401 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત 2,94,650 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 4539 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3 વડોદરા કોર્પોરેશનમાં 1 અને ભરૂમાં 1 આ પ્રકારે કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube