ગાંધીનગર : કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. બીજી તરફ 23 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,490 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 32,432 ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરનું એક એવું વૃક્ષ કે જેની રક્ષા આખ્ખો જિલ્લો કરે છે, આરબો લાવ્યા હતા આ વૃક્ષ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 188 કેસ એક્ટિવ છે. જે પૈકી 01 નાગરિકો વેન્ટિલેટર પર છે. 187 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,490 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,944 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશન 2, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 28 કેસ નોંધાઇ નોંધાયા હતા.


બોલો ગાડીના એવા હિસ્સામાં ડ્રગ્સ છુપાવાયું હતું કે FSL ને શોધતા પણ કલાકો થયા


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 624 ને પ્રથમ તથા 12778 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 163 ને પ્રથમ અને 2595 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 4797 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 1846 ને રસીનો પ્રથમ અને 9629 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 32,432 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10,83,18,941 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube