GUJARAT CORONA UPDATE: 29 નવા કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 19 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,16,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 19 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,16,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 209 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. જ્યારે 204 નાગરિકો સ્ટેબલ છે. 8,16,357 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશન 6, સુરત કોર્પોરેશન 4, જુનાગઢ 3, ગાંધીનગર કોર્પોરેશન 2, સુરત 2, જામનગર 1, કચ્છ, મહેસાણા, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4ને રસીનો પ્રથમ, 1488 કર્મચારીઓને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 6199 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 41741 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19231 નાગરિકોને રસીનો પ્રથણ અને 116288 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 1,84,951 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 7,15,13,328 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube