અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે આંકડાઓ વઘી રહ્યા છે. આજે કોરોનાના નવા 29 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમા 41 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. અત્યાર સુધીમાં કુલ 8.16,457 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. આજના દિવસમાં કુલ 3,92,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 217 એક્ટીવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 211 સ્ટેબલ છે. 8,16,457 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 10090 નાગરિકોનાં મોત નિપજ્યાં છે. જો કે આજના દિવસમા એક પણ નાગરિકનું મોત નિપજ્યું નથી. આજના દિવસમાં રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વલસાડમાં 4-4 કેસ સામે આવ્યા હતા. અમદાવાદ કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 કેસ સામે આવ્યા હતા. ભાવનગર કોર્પોરેશન, જુનાગઢ અને સાબરકાંઠામાં 2-2  કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આણંદ અને સુરતમાં 1-1 કેસ સામે આવ્યા છે. 


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમા હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4, 458 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6698 નાગરિકોને રસીનો પ્રથમો જ્યારે 87406 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23350 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 274699 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 3,92,615 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,19,77,796 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.