ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો આંકડો સ્થિર થઇ ચુક્યો હતો જો કે આજે અચાનક કોરોનાના કેસ બમણા નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,205 નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો સાજા થવાનો દર પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,44,908 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાંથી મળી આવ્યા મંગળના ખડકો, NASA અને ISRO દ્વારા શરૂ કરાયુ સંશોધન


રાજ્યમાં હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. 166 નાગરિકો સ્ટેબલ છે. 8,16,205 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10088 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશન 5, વલસાડ 5, સુરત-વડોદરા કોર્પોરેશન 3-3 કેસ. ગીરસોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયો હતો અને જુનાગઢ તથા કચ્છમાં 1-1 કેસ નોંધાયા હતા. 


7 દિવસનું તાજુ જન્મેલું બાળક ગુજરાતથી બિહાર પહોંચી ગયું, પોલસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6ને રસીનો પ્રથમ જ્યારે 1419 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 15968 નાગરિકોને રસીનો પ્રથમ અને 78969 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 47742 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 201004 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 344908 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,93,28,268 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube