ગાંધીનગર : રાજ્યમાં કોરોના હવે ધીરે ધીરે થાળે પડી રહ્યો છે. સતત કોરોનાના કેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રસીકરણ પર જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે કુલ 2,28,810 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવામાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.92 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 3250 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી ત્રણ ગણા એટલે કે 9676 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં 7,22,741 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો કુલ 62,506 દર્દીઓ એક્ટિવ છે. 603 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 61,903 દર્દીઓ સ્ટેબલ છે. 7,22,741 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 9665લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કોરોનાને કારણે કુલ 44 લોકોનાં મોત નિપજ્યાં છે. 


રસીકરણની વાત કરીએ તો 4867 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ, 6325 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 6325 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 25554 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18 વર્ષથી વધારે લોકોનાં 1,28,283 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube