• GUJARAT CORONA UPDATE: નવા 3897 કેસ, 10273 રિકવર થયા, 19 ના મોત


ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાનાં નવા 3897 કેસ નોંધાયાહતા. તો બીજી તરફ 10273 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,44,956 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 95.39 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 60,578 દર્દીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 44618 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 225 વેન્ટિલેટર પર છે. જ્યારે 44393 સ્ટેબલ છે. આ ઉપરાંત 1144956 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યાં છેત અત્યાર સુધીમાં 10667 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટી ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 19 નાગરિકોનાં મોત થયા છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8ને પ્રથમ જ્યારે 218 ને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2190 ને પ્રથમ 4201 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9588 ને પ્રથમ 15751 ને બીજો ડોઝ પાયો હતો. 15-18 વર્ષા નાગરિકો પૈકી 7441 ને પ્રથમ અને 10838 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 10352 ન પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે.