હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 390 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 707 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,50,763 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: ગાડીની માથે સેંકડો ટનનો ખટારો ખાબક્યો, ગાડી સેન્ડવિચ થઇ ગઇ છતા ચાલકનો ચમત્કારીક બચાવ


રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.64 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 


SURAT: કુખ્યાત બુટલેગર પોતાની પ્રેમિકા સાથે અડ્ડે ગયો ત્યારે જ અચાનક...


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,345 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 46 છે. જ્યારે 4,299 લોકો સ્ટેબલ છે. 2,50,763 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4379 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 03 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 02 અને સુરત કોર્પોરેશનનાં 01 વ્યક્તિ સહિત કોરોનાને કારણે ગુજરાતમાં કુલ 03 મોત નિપજ્યાં છે. 


SURAT: શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી નાગરિકોમાં ફફડાટ, VIDEO થયો VIRAL


વેક્સિનેશનના આંકડા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક રીતે અને પરિણામલક્ષી કામગીરીના કારણે કોરોનાના કેસોમાં ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે. આજે 213 કેન્દ્રો પર 13,803 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી. અત્યાર સુધીમાં કુલ 92,122 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube