ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ફરી એકવાર વિકરાળ સ્વરૂપ દારણ કરતો જાય છે. કાલે આવેલા 204 કેસથી ડબલ જેટલો આંકડો આજે આવ્યો છે. આજે કોરોનાના કુલ 394 કેસ નોંધાયા છે. 59 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(આજે નોંધાયેલા ઓમિક્રોનનાં નવા કેસની વિગત)


ગુજરાતમાં એક્ટિવ કેસની સ્થિતિ
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1420 કેસ છે. જે પૈકી 16 નાગરિકો વેન્ટિલેટર પર છે. 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10115 નાગરિકોનાં આજે કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશન 52, રાજકોટ કોર્પોરેશન 35, વડોદરા કોર્પોરેશન 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, વલસાડમાં 7-7, કચ્છમાં 5, અમદાવાદ 4, ભરૂચમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 3, દેવભુમિ દ્વારકા, જુનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠામાં 2-2, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ગીરસોમનાથ 1, પંચમહાલ, પોરબંદર, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 394 કુલ કેસ નોંધાયા છે. ખેડામાં એક નાગરિકનું મોત થયું છે. 



(ઓમિક્રોનનાં ગુજરાતમાં અત્યાર સુધીમાં આવેલા કુલ આંકડાની વિગતો)


રસીકરણમાં સુસ્તી
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9ને પ્રથમ 1090 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 6618ને રસીનો પ્રથમ અને 52328 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23572 નાગરિકોને રસીનો પ્રથમ અને 138469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજનાદિવસમાં કુલ 2,22,086 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,88,20,452 રસીનાં કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 



(હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વિગત)


 


આજે નોંધાયેલા ઓમિક્રોનનાં નવા કેસ
ગુજરાતમાં હવે ઓમિક્રોનનાં આંકડા પણ ડરાવી રહ્યા છે. અમદાવાદમાં આજે ઓમિક્રોનનાં કુલ 2 કેસ નોંધાયા હતા. વડોદરા કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો. મહેસાણા અને પોરબંદરમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ છે. બંન્ને જિલ્લામાં ઓમિક્રોનનાં 1-1 કેસ નોંધાયા છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, આજે ઓમિક્રોનનાં કુલ 5 કેસ નોંધાયા છે.  જે પૈકી 4 કેસની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.



(આજના રસીકરણ અંગેની વિગતો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube