GUJARAT CORONA UPDATE: નવા 46 કેસ, 33 દર્દી સાજા થયા એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના નવા 46 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,14,127 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 67,895 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 46 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,14,127 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 67,895 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બનાસકાંઠા બન્યા પરંતુ અધિકારીઓના બેન્ક એકાઉન્ટમાં! મસમોટુ કૌભાંડ સામે આવ્યું...
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 267 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 267 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,127 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 26, વડોદરા કોર્પોરેશનમાં 9, જામનગર કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2 અને ગાંધીનગર, મહેસાણા અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે.
'ક્ષમા' કરશો! પણ આ તસવીરો બતાવવી જરૂરી છે, સંસ્કારીનગરીની સ્વયંવિવાહ રચનારી યુવતિનો HOT અવતાર
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1030 નાગરિકોને રસીનો પ્રથમ અને 24781 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 150 ને રસીનો પ્રથમ અને 3844 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 28041 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 1099 ને રસીનો પ્રથમ અને 8950 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 67,895 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,01,11,503 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube