ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાના કેસો ઘટીને 4710 થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 11,184 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 11,34,286 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 94.85 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,71,887 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો 51013 એક્ટિવ કેસ છે. જે પૈકી 236 વેન્ટીલેટર પર છે. 50777 દર્દીઓ સ્ટેબલ છે. 1134683 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. 10648 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 34 નાગરિકોનાં મોત થયા છે. 


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 23 ને પ્રથમ જ્યારે 397 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 3887 ને પ્રથમ 8445 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19290ને પ્રથમ 59585 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 21521 ને પ્રથમ 133024 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 25715 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. અત્યાર સુધી 2,71,887 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,95,49,348 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.