Gujarat Corona: રાજ્યમાં ધીરે ધીરે વધી રહ્યા છે કોરોના કેસ, જાણો આજે ક્યાં પહોંચી સંખ્યા
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 475 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 358 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે
ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 475 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 358 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,71,245 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,64,195 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,412 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 10,04,777 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 2,17,779 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 60,093 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ પણ વાંચો:- Vadodara માં સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે પીધી ઝેરી દવા, ત્રણના મોત ત્રણની હાલત ગંભીર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે છોટા ઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોવિડ-19ના 475 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 358 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.40 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,64,195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ પણ વાંચો:- ભલભલાનું હૈયુ દ્રવી ઊઠે તેવા આયશા કેસ પર ઔવેસી બોલ્યા, દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત છે
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,638 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 39 છે. જ્યારે 2,599 લોકો સ્ટેબલ છે. 2,64,195 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,412 લોકોનાં મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube