Gujarat Corona: ફરી એકવાર કોરોનાના કુલ કેસ 500 ને પાર, અમદાવાદમાં એકનું મોત
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 515 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 405 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે
ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 515 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 405 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,72,240 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,64,969 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,413 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 12,37,493 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 2,90,779 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,23,245 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ પણ વાંચો:- અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી SUVના ગુજ્જુ માલિકની મળી લાશ, સુસાઈડ કર્યું હોવાની શંકા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે ભાવનગર કોર્પોરેશન, બોટાદ, પાટણ, વલસાડ અને તાપી એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોવિડ-19 ના 515 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 405 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.33 ટકા જેટલો છે.
આ પણ વાંચો:- ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવા સીએમ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,64,969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,858 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 43 છે. જ્યારે 2,815 લોકો સ્ટેબલ છે. 2,64,969 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,413 લોકોનાં મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube