ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 571 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 403 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,72,811 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,65,372 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,414 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 13,74,244 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,30,463 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,31,821 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


આ પણ વાંચો:- આયશાનો અંતિમ પત્ર: My Love Aruu, મેં તને ક્યારેય દગો આપ્યો નથી...


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે પોરબંદર, સુરેન્દ્રનગર, અને વલસાડ એમ કુલ 3 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોવિડ-19 ના 571 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 403 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.27 ટકા જેટલો છે.


આ પણ વાંચો:- રંગીલું રાજકોટ ફરી એક વખત બન્યું રક્તરંજિત, બે દિવસમાં બે હત્યા; બંનેનો પ્રકાર એક સરખો જ


રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,65,372 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,025 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 45 છે. જ્યારે 2,980 લોકો સ્ટેબલ છે. 2,65,372 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,414 લોકોનાં મોત નિપજ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube