ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસ હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 6097 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 12,105 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 11,23,499 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીને 94.28 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 2,34,350 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 57521 કેસ છે. જે પૈકી 248 વેન્ટીલેટર પર છે. 57273 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1123499 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10614 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 35 નાગરિકોનાં મોત થયા છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18ને પ્રથમ, 440ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6105 ને પ્રથમ અને 12180ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22653 ને પ્રથમ અને 52725 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 13448 ને પ્રથમ અને 91303 ને રસીનો બીડો ડોઝ અને 35478 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,34,350 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,92,77,461 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.