GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 62 કેસ, 534 સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં સાજા થવાનો દર પણ વધીને 98.60 ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે 534 દર્દીઓ સાજા થયાનું નોંધાયું છે. અત્યાર સુધી 8,12,522લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત આજે કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.
ગાંધીનગર : ગુજરાતમાં હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં સાજા થવાનો દર પણ વધીને 98.60 ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે 534 દર્દીઓ સાજા થયાનું નોંધાયું છે. અત્યાર સુધી 8,12,522લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત આજે કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો 1497 કુલ કેસ છે. જે પૈકી 09 લોકો વેન્ટીલેટર પર છે. 1488 લોકો સ્ટેબલ છે. 8,12,522 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10072 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્રે નોંધનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube