ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે બેકાબુ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 63 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,17,428 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 5,58,618 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકોને ભગવાન પણ માફ નહી કરે! એવી બનાવટી વસ્તુ બનાવતા હતા કે બાળકથી લઇ વૃદ્ધ થતા બરબાદ


જો એક્ટિવ કેસની વાત કરીએ રાજ્યમાં હાલ કુલ 480 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 474 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,428 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત 10098 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનના 13, જામનગર કોર્પોરેશનના 11, સુરત કોર્પોરેશનના 11, વડોદરા કોર્પોરેશન 11, કચ્છ, નવસારી અને વલસાડના 3-3 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 2, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત થયા છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3 મોત નિપજ્યાં છે.


ગુજરાતમાં પરંપરાગત્ત ખેતી કરનાર ખેડૂત બનશે કરોડપતિ, મુખ્યમંત્રીએ કરી અનોખી જાહેરાત


બીજી તરફ રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 34 ને રસીનો પ્રથમ, 1127 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 15107 નાગરિકોને રસીનો પ્રથમ અને 136309 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40223 નાગરિકોને રસીનો પ્રથમ અને 365818 નાગરિકોને રસીના બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 5,58,618  રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,47,96,786 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube