GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 71 કેસ, 140 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત
ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 71 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 140 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,11,413 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 36,843 ડોઝ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 71 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 140 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,11,413 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 36,843 ડોઝ આપવામાં આવ્યા હતા.
ગુજરાતી સાવધાન! આ આગાહી વાંચતા પહેલા આંસુ લૂછવા માટે રૂમાલ પણ સાથે રાખજો
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 914 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે જ્યારે 908 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 1211413 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10935 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. તો રાજ્યમાં 1 નાગરિકનું સુરતમાં મોત થયું છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 29 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 11, વડોદરામાં 5, તાપી 4, બનાસકાંઠા 3, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ડાંગ, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા છે. અમરેલી, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરત કોર્પોરેશન અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
અમદાવાદ: મકાન માલિકના પુત્રએ ઘરમાં ઘુસીને ભાડુઆતની દિકરી સાથે દુષ્કર્મ આચર્યું
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3704 ને રસીનો પ્રથમ અને 13638 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2400 ને રસીનો પ્રથમ જ્યારે 13912 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 3189 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 36,843 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,34,26,153 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube