ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 799 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 7 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 2,44,258 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 2,29,977 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,302 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્ય સરકારે કરફ્યૂમાં આપી રાહત, જાણો 4 મહાનગરોમાં સમયમાં કર્યો ફેરફાર


કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 841.66 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 95,98,108 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 799 કેસ નોંધાયેલા છે. આજ રોજ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,29,977 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 94.15 ટકા છે.


આ પણ વાંચો:- રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, 30 જિલ્લાના 1.90 લાખ ખેડૂતોને મળશે લાભ


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,03,645 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,03,530 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 115 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં પોલીસ પહેરો, જાહેરમાં 31stની ઉજવણી કરતા પકડાયા તો...


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 9,979 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 62 છે. જ્યારે 9,917 લોકો સ્ટેબલ છે. 2,29,977 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,302 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 7 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 7 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube