ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 810  દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 586 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,69,361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.82 થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત 19,77,802 વ્યક્તિઓનું પ્રથમડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 5,00,635 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 42,849 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

સાચવીને વાપરજો શાકમાં સિંગતેલ, પેટ્રોલ કરતાં પણ થયું મોંઘું, જાણો ભાવ


Gujarat ના પારો ઉંચકાતા ઉનાળો જામ્યો, આ 10 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4422 એક્ટિવ દર્દી છે જે પૈકી 54 લોકો વેન્ટીલેટર પર છે. 4368 લોકો સ્ટેબલ છે. 2,69,361 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4424 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને ખેડામાં 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે કોરોનાને કારણે આજનાં દિવસમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube