ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી ચુક્યો છે. સરકાર કોરોનાને નાથવામાં સફળ રહી છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પર સરકાર જોરોશોરોથી લડી રહી છે. ગુજરાતનાં 40 ટકા લોકોને રસીનો એક અથવા તો બંન્ને ડોઝ મળી ચુક્યાં છે. આ આંકડો રોજેરોજ વધતો જઇ રહ્યો છે. બીજી તરફ કોરોનામાંથી સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.44 ટકાએ પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 84 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 300થી વધારે દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,10,751 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે 2,84,791 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: ધોરણ 8ની બહેનપણીના ભાઇએ સ્કૂલના બાથરૂમમાં બે વાર દુષ્કર્મ આચર્યું, મારૂ કામ પુરૂ હવે તું...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2794 એક્ટિવ કેસ છે. જે પૈકી 11 લોકો વેન્ટિલેટર પર છે. 2783 લોકો સ્ટેબલ છે. 8,10,751 લોકોને ડીસ્ચાર્જ આપવામાં આવી ચુક્યું છે. 10062 લોકોનાં અત્યાર સુધી કોરોનામાં મોત નિપજ્યાં છે. 03 લોકોનાં કોરોનાને કારણે આજે મોત નિપજ્યાં છે. ગુજરાતમાં 18 જિલ્લા એવા પણ છે જેમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો બીજી તરફ સુરત અને અમદાવાદને બાદ કરતા મોટા ભાગનાં જિલ્લાઓમાં કોરોનાના નવા આંકડા સિંગલ ડિજીટમાં આવ્યા છે. 


દ્વારકાના વેક્સિન સેન્ટર પર બે ગ્રુપ વચ્ચે લોહીયાળ અથડામણ, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે 244 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે તો 8068 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 થી વધારે ઉંમરના 46235 લોકોને રસીનો પ્રથમ તો 75669 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 150801ને પ્રથમ અને 3774 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,84,791 લોકોનું રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,59,62,782 લોકોને રસી અપાઇ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube