ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 954 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 703 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,80,051 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,70,658 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,427 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 22,15,092 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,42,981 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,41,270 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


આ પણ વાંચો:- રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ 29 કરોડના આસામી, જૂઓ કોણ છે આ વ્યક્તિ?


રાજ્યમાં આજે બોટાદ, અને ડાંગ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોવિડ-19 ના 954 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 703 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.65 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,70,685 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


આ પણ વાંચો:- ST નિગમે લીધો મહત્વનો નિર્ણય, ચારેય મહાનગરોમાં કર્ફ્યૂ સમયે બસની એન્ટ્રી પર પ્રતિબંધ


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,966 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 58 છે. જ્યારે 4,908 લોકો સ્ટેબલ છે. 2,70,658 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,427 લોકોનાં મોત નિપજ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube