ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર વેક્સિનેશનના મોરચે પણ ખુબ જ ઝડપથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં સાંજ સુધીમાં 2,49,125 લોકોનું રસીકરણ માત્ર એક જ દિવસમાં થયું છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.36 ટકા સુધી પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 96 કેસ સામે આવ્યા છે. 315 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,09,821 દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3465 કેસ એક્ટિવ છે. જે પૈકી 14 વેન્ટિલેટર પર છે. 3,451 લોકો સ્ટેબલ છે. 8,09,821 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. 10,054 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, છોટાઉદેપુરમાં 1 અને તાપીમાં 1 એમ કુલ 3 દર્દીનાં મોત નિપજ્યાં છે. 

Real Heroes: પતિ કરે છે દેશની રક્ષા તો પત્ની કોરોના સામે લડવામાં ભજવે છે મહત્વની ભૂમિકા


જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 177 ને પ્રથમ અને 9358 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના લોકો પૈકી 41,148 ને પ્રથમ ડોઝ અને 54,197 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,38,740 લોકોને પ્રથમ અને 5,505 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube