ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધીર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 141 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.22 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના 1,01,471 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

એક્ટિવ કેસની વાત કરીએ તો...
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 4753 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 નાગરિકો વેન્ટીલેટર પર છે. 4747 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10120 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે વલસાડમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube