અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ઘટી રહી છે. આજે 980 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1107 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,70,053 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,52,995 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,704 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ડેડીયાપાડામાં વિકાસના કામોના ખાત મુહૂર્તમાં દારૂથી થયો અભિષેક, સાંસદ થયા નારાજ


કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 51,912 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 798.65 ટેસ્ટ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 58,97,627 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 980 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,107 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,52,995 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 89.97 ટકા છે.


આ પણ વાંચો:- કપરાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ, હાર્દિકના ભાજપ સરકાર પર પ્રહાર


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,17,506 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,17,299 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 207 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આ પણ વાંચો:- વીજ ગ્રાહકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વીજળીના બિલમાં થશે મોટો ફાયદો


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,354 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 63 છે. જ્યારે 13,291 લોકો સ્ટેબલ છે. 1,52,995 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,704 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 6 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટમાં 1, સુરતમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 સહિત કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube