• 50 ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર AMC તરફથી કોરોના દર્દીઓને ફ્રીમાં સારવાર અપાતી હતી, જે હવે બંધ કરાઈ

  • ખાનગી કોવિડ હોસ્પિટલના 100 ટકા બેડ પર દર્દીઓને સારવાર માટે નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે


અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાની ગુજરાતમાં એન્ટ્રીને એક વર્ષ પૂરુ થયું. જોકે, આપણે હતા ત્યાંના ત્યા જ છીએ. ગત વર્ષે ગુજરાત (gujarat corona update) માં કોરોનાનો રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટીંગથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ આપી હતી. જેમાં અત્યાર સુધી ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવતી હતી. પરંતુ એક વર્ષ બાદ સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કોરોનાના કેસ તો વધ્યા છે, પરંતુ હવેથી અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોઈ દર્દીને વિનામૂલ્યે સારવાર (corona case) નહિ મળે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કોરોના દર્દીઓને રૂપિયા ખર્ચવા પડશે. 


આ પણ વાંચો : લોકડાઉન જેવી સ્થિતિ તરફ અમદાવાદ, આજથી આટલી સુવિધાઓ રહેશે બંધ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી હોસ્પિટલમાં હવે દર્દીને નાણાં ચૂકવવા પડશે 
અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે. આ વિશે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશનના ડોકટર ભરત ગઢવીએ વધુમાં કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને નહિ મોકલે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર (gujarat corona update) માટે બેડ વધારવામાં આવશે. અગાઉ 50 ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર AMC તરફથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી, જે હવેથી બંધ કરવામાં આવી છે. ખાનગી કોવિડ હોસ્પિટલના 100 ટકા બેડ પર દર્દીઓને સારવાર માટે નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે. જોકે, કોરોનાના દર્દીઓ પાસેથી સરકારે અગાઉ નક્કી કરેલો જ ચાર્જ વસૂલવામાં આવશે. તેમજ જો કોઈ હોસ્પિટલ બિલ મામલે કૌભાંડ કરશે તો તેની સામે અગાઉની જેમ કાર્યવાહી કરવામાં આવશે. 


આ પણ વાંચો : સાળાની પત્નીના શ્રીમંતમાં દારૂની પાર્ટી રાખી, સુરતમાં દારૂ પીતા 10 જણા પકડાયા


જો આ નવો સ્ટ્રેઈન હશે તો ચિંતા વધશે
ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, શહેરમાં વધતા કેસોમાં સરકારની બેદરકારી કહેવું ખોટું છે. લોકોએ પણ સમજદારી નથી બતાવી, માસ્ક વગર લોકો ફરી રહ્યા છે, જે ઘાતક છે. હજુ એ ખબર નથી આપણને કે આ જૂનો જ સ્ટ્રેઈન છે કે નવો. જો આ નવો સ્ટ્રેઈન હશે તો ચિંતા વધશે, જો જૂનો જ સ્ટ્રેઈન હશે તો ખાસ વાંધો નહિ આવે. માસ્ક લોકો ફરજીયાત પહેરે, જો માસ્ક પહેરેલું હશે તો બચી શકાશે. માસ્ક વિના લોકો કોઈની સાથે વાતચીત પણ ના કરે એ જરૂરી છે. ચૂંટણી સમયે લોકો ટોળામાં જતા હતા, મેચ જોવા લોકો ભીડમાં ગયા. લોકો વેક્સીન લેવાનું ટાળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, પણ વેક્સીનેશન જ એકમાત્ર ઉપાય છે. લોકડાઉન એ કોરોનાથી બચવાનો કોઈ ઉપાય નથી.  આગામી 1 મહિનો ખૂબ જ સાવચેત રહેવું પડશે. 


આ પણ વાંચો : વહુએ સાસુ પર સળગતો પ્રાઈમસ ફેંકવાની રાજકોટની ચકચારી ઘટનામાં સાસુનું મોત