અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં  હવે કોરોનાની ત્રીજી લહેર (third wave) સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધારે 21,000થી વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. જોકે સરકારને 21 હજાર કેસ થયા ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સની યાદ આવી છે. ત્યારે ટાસ્ક ફોર્સે સરકારને ગંભીર ચેતવણી આપતાં કહ્યું કે જો કેસ (corona case) ની સંખ્યા અટકશે નહીં તો આગામી દિવસમાં રોજના 50,000થી 1 લાખ સુધીના કેસ નોંધાઈ શકે છે. ત્યારે ટાસ્ક ફોર્સે પણ ચેતવણી આપી દીધી છે. આવામા અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનો રાફડો ફાટ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમા પશ્ચિમ બાદ પૂર્વમાં પણ સંક્રમણ વધ્યુ
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ (corona virus) વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ધરખમ વધારો થયો છે. હાલની સ્થિતિએ શહેરમાં 104 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ થયો છે. ગઈકાલે નવા 19 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. નવા 19 માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી 11 પૂર્વ વિસ્તારના છે. જે બતાવે છે કે, શહેરના પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે 20 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરાયા છે.


આ પણ વાંચો : મોરબીમાં કાર વીજપોલ સાથે અથડાઈ, 3 મુસાફરોને કારની અંદર જ મોત મળ્યું


કેટલા બેડ ફુલ
અમદાવાદમાં ગઈકાલે 8,529 કોરોનાના કેસો સહિત છેલ્લા 4 દિવસમાં 22,331 કોરોનાના કેસો નોંધાયા છે. હજારોની સંખ્યામાં કોરોના કેસો આવવા છતાં હોસ્પિટલાઈઝેશનની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. છેલ્લા 4 દિવસમાં 22,331 કેસ સામે અમદાવાદમાં 430 જેટલા કોરોના દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 75, જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 25 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. SVP હોસ્પિટલમાં પણ 75 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં 255 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ ખાનગી કોવીડ હોસ્પિટલમાં ઉપલબ્ધ કુલ 2,885 બેડમાંથી 2,631 બેડ ખાલી, માત્ર 9 ટકા બેડ પર જ દર્દીઓ સારવાર હેઠળ છે. 


આ પણ વાંચો : હનિમૂનથી પરત ફરતા દંપતી માટે બસની સવારી મોતની સવારી બની, પત્ની બસમાંથી કૂદી ન શક્તા ત્યાં જ મોતને ભેટી  


કેટલા બેડ ખાલી 
અમદાવાદની ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં 254 માંથી 8 કોરોનાગ્રસ્ત દર્દીઓ ICU વિથ વેન્ટિલેટર પર, 16 દર્દીઓ ICU વિથઆઉટ વેન્ટિલેટર પર, 75 દર્દીઓ HDU બેડ પર તો 156 જેટલા દર્દીઓ હાલ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. અમદાવાદની 57 ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર માટે 2,744 બેડ ઉપલબ્ધ છે. એ સિવાય ખાનગી પ્રાઈવેટ કોવીડ કેર સેન્ટરમાં 151 આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે. 


અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. હાલ સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓમાં વેકસીનનો એકપણ ડોઝ ના લીધો હોય અથવા એક જ ડોઝ લીધો હોય એવા મહત્તમ દર્દીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીએ 3315, 17 જાન્યુઆરીએ 4,409, 18 જાન્યુઆરીએ 6,078 અને 19 જાન્યુઆરીએ 8,529 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે.