• નવો આદેશ ના આવે ત્યાં સુધી આ તમામ બાબતો બંધ રાખવાનો આદેશ કરાયો છે

  • અમદાવાદમાં ભીડવાળી જગાએ amc દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1122 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ 353 કેસ, અમદાવાદમાં 271, વડોદરામાં 114 અને રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં દર કલાકે 46 ને કોરોના થઈ રહ્યો છે. ત્યારે સૌથી પહેલા અમદાવાદ લોક થઈ રહ્યું છે. અમદાવાદમાં આજથી અનેક સુવિધાઓ બંધ કરવામા આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી અમદાવાદમાં શું શું બંધ રહેશે 
અમદાવાદમાં આજથી તમામ પાર્ક અને ગાર્ડન બંધ રહેશે. બાગ-બગીચા અને રિવરફ્રન્ટ બંઘ કરાયા છે. અમદાવાદની AMTS અને BRTS સેવા બંધ આજથી બંધ કરાઈ છે. સાથે જ આજથી અમદાવાદ શહેરના તમામ જીમ બંધ રહેશે. આજથી અમદાવાદ શહેરના તમામ સ્પોર્ટસ ક્લબ બંધ રહેશે. અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોન બંધ રહેશે. 


આ પણ વાંચો : દ્વારકા સુધી પહોંચ્યો નશીલા ડ્રગ્સનો કારોબાર, મેફેડ્રોન વેચવા આવેલો મુંબઈનો શખ્સ પકડાયો


નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રહેશે 
અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં સિટી બસ સેવા આજથી બંધ રહેશે. તો અમદાવાદની AMTS અને BRTS સેવા બંધ રહેશે. સાથે જ સુરતમાં પણ BRTS અને સિટી સેવા નવો આદેશ ના આવે ત્યાં સુધી બંધ રહેશે. અમદાવાદમાં આજથી તમામ પાર્ક અને ગાર્ડન બંધ રહેશે. વધી રહેલા કોરોના કેસને પગલે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જેમાં કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝૂ પણ બંધ રહેશે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો AMCનો આદેશ છે. રિવરફ્રન્ટના તમામ પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બંને તરફના લોઅર પ્રોમીનાડ પણ બંધ કરાયા છે. વોકિંગ અને સાયકલિંગ માટે વોકવે બંધ કરાયો છે. આજથી અમદાવાદ શહેરના તમામ જીમ બંધ રહેશે. આજથી અમદાવાદ શહેરના તમામ સ્પોર્ટસ ક્લબ બંધ રહેશે. અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોન બંધ રહેશે. નવો આદેશ ના આવે ત્યાં સુધી આ તમામ બાબતો બંધ રાખવાનો આદેશ કરાયો છે. 


આ પણ વાંચો : ઓપરેશન ‘રેડ હેન્ડ’ બનાવીને જામનગર પોલીસે જયેશ પટેલના સાગરીતોને કોલકાત્તાથી દબોચ્યા


અમદાવાદમાં ભીડવાળી જગ્યા પર ચેકિંગ 
અમદાવાદમાં કોરોના વકરતાં શહેરની પરિવહનની મુખ્ય ધરી ગણાતી AMTS સેવા અને BRTS સેવાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી અમદાવાદમાં AMTS અને BRTS સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી નિર્ણય ના આવે ત્યાં સુધી સેવાઓ બંધ કરવામાં આવી છે. બાગ-બગીચા અને રિવરફ્રન્ટ બંઘ કરાયા AMTS અને BRTS બંધ કરવામાં આવ્યો છે.  


તો સાથે જ અમદાવાદમાં ભીડવાળી જગાએ amc દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ભીડ ઓછી કરાવવા પ્રયત્નો કરવામાં આવનાર છે. લો ગાર્ડન ખાતે AMCની ટીમે ગઈકાલે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કર્ણાવતી પગરખાં બજાર ભીડ હોવાથી બંધ કરાવ્યું છે. 


આ પણ વાંચો : ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે...’ સુરત પોલીસના નામે ફેક લેટર ફરતો થયો


અમદાવાદમાં 90 માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોન 
ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. નવા 35 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અગાઉના 5 વિસ્તારો દૂર કરવામા આવ્યા છે. આ સાથે જ શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે.