કયા શહેરમાં કેટલા સમય માટે કરફ્યૂ લગાવવો... જાણો શું કહ્યું નીતિન પટેલે?
- નીતિન પટેલે કહ્યું કે, કેસ વધી રહ્યાં છે, તેથી આજે કોર ગ્રુપની બેઠકમાં રાત્રિ કર્ફ્યૂ અંગે નિર્ણય થશે
- રાજ્યમાં કોરોનાની વેક્સીન લીધા પછી પણ કોરોના થતો હોવાની વાતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીકાર કર્યો
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોરોના વાયરસના કહેરમાં વધારો થઈ રહ્યો છે. દર કલાકે 37 લોકોને કોરોના ડંખી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા છે. તો સુરતમાં 262, અમદાવાદમાં 209, રાજકોટમાં 95 અને વડોદરામાં 93 નવા કેસ નોંધાયા છે. આ વચ્ચે અમદાવાદના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ બધુ બંધ કરવાની ગઈકાલે જાહેરાત કરાઈ છે. આ વચ્ચે કરફ્યૂને લઈને મોટી વાત સામે આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) કહ્યું કે, આજે કરફ્યૂ (curfew) અંગેનો નિર્ણય કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે. કઈ જગ્યાએ કેટલા સમય માટે કરફ્યૂ લગાવવો, છૂટછાટ અંગે આજે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : ધૈર્યરાજને બચાવવા ચારેતરફથી દાનની સરવાણી ફૂટી, મદદને જોઈને આંખમાંથી ઝળહળિયા આવી જશે
આજે સાંજ સુધીમાં રાત્રિ કર્ફ્યૂ વધારવા અંગે નિર્ણય થશે. તે વિશે નીતિન પટેલે કહ્યું કે, આજે કોર ગ્રુપની બેઠકમાં રાત્રિ કર્ફ્યૂ અંગે નિર્ણય થશે. કમનસીબે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહાનગરોના કમિશ્નરને જરૂરી પગલા અંગે સૂચના અપાઈ છે. રાત્રિ કરફ્યૂ અંગે સાંજ સુધીમાં નિર્ણય જાહેર કરાશે. કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા લેવામાં આવશે. કોર ગ્રુપ DGP, મ્યુનિ.કમિશ્નરને જાણકારી કરશે.
વેક્સીન લીધા બાદ પણ થાય છે કોરોના
રાજ્યમાં કોરોનાની વેક્સીન લીધા પછી પણ કોરોના થતો હોવાની વાતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીકાર કર્યો છે. નીતિન પટેલે કહ્યું કે, કેટલાક કોરોનાના કેસમાં વેક્સીનના બે ડોઝ લીધા પછી પણ કોરોના થયો છે. પણ ગુજરાતમાં આ કેસ ખૂબ ઓછા છે. ગુજરાતમાં વેક્સીનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : રાત્રે 10 વાગ્યા પછી બંધના નિર્ણય પર અમદાવાદીઓ ગિન્નાયા, કહ્યું-સરકારનું આ તે કેવુ બેવડુ વલણ