ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 6690 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 6690 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2748 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,20,729 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 89.04 ટકાએ પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD જો ટેસ્ટિંગ માટે સ્વસ્થય વ્યક્તિ જાય તો પણ બિમાર પડીને આવે તેવી સ્ફોટક સ્થિતિ


અત્યાર સુધીમાં 84,04,128 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 11,61,722 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 95,65,850 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,57,510 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,035 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


[[{"fid":"320217","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આંકડા)


RAJKOT ની સ્થિતિ અત્યંત વિકટ: એક ટાઇમે કિડની મળી શકે પરંતુ ઓક્સિજનનો બાટલો નહી !


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 34,555 એક્ટિવ દર્દી છે, જે પૈકી 221 લોકો વેન્ટિલેટર પર છે અને 34,334 લોકો સ્ટેબલ છે. 3,20,729 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4922 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 67 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 23, સુરત કોર્પોરેશન 22, રાજકોટ કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 4, સુરત 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરૂચ 1, છોટાઉદેપુર 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠાના 1 દર્દી સાથે કુલ 67 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube