GUJARAT CORONA UPDATE: વરસાદી આફત વચ્ચે કોરોના કહેર, વધી લોકોની મુશ્કેલી; જાણો આજના કેસ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4482 એક્ટિવ કેસ છે. જેમાંથી ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4479 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,25,875 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે
ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો આંકડો 800 ને પાર કરી ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 822 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 612 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે બે દર્દીના મોત થયા છે. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.76 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4482 એક્ટિવ કેસ છે. જેમાંથી ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4479 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,25,875 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,953 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આગામી 24 કલાક તમારા માટે ભારે સાબિત થશે? ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 298 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 73, વડોદરા કોર્પોરેશનમાં 56, ગાંધીનગર કોર્પોરેશનમાં 32, ભાવનગર કોર્પોરેશનમાં 30, રાજકોટ કોર્પોરેશનમાં 30 અને જામનગર કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 41, ભાવનગર 27, ગાંધીનગર 23, વડોદરા 22, સુરત 19, કચ્છ 18, રાજકોટ 17, અમરેલી 14, પાટણ 14, વલસાડ 14, ભરૂચ 12, મોરબી 11, સાબરકાંઠા 10, આણંદ 7, બનાસકાંઠા 7, દેવભૂમિ દ્વારકા 7, ખેડા 6, નવસારી 5, સુરેન્દ્રનગર 5, અમદાવાદ 4, અરવલ્લી 4, જામનગર 4, તાપી 2, દાહોદ 2, ગીર સોમનાથ 2 અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે.
હું એન્થોની બોલું છું, મને 11 કરોડ રૂપિયા આપ નહીં તો તને અને તારા પરિવારને પતાવી દઈશ
જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 216, સુરત કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 58, ગાંધીનગર કોર્પોરેશનમાં 30, રાજકોટ કોર્પોરેશનમાં 7 અને જામનગર કોર્પોરેશનમાં 7 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 15, ગાંધીનગર 28, વડોદરા 7, સુરત 40, કચ્છ 4, રાજકોટ 6, અમરેલી 4, પાટણ 11, વલસાડ 16, ભરૂચ 11, મોરબી 7, સાબરકાંઠા 2, આણંદ 7, બનાસકાંઠા 2, દેવભૂમિ દ્વારકા 7, ખેડા 7, નવસારી 16, સુરેન્દ્રનગર 5, અમદાવાદ 5, અરવલ્લી 2, જામનગર 3 અને પોરબંદરમાં 2 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યના વરસાદથી અસરગ્રસ્ત 6 જિલ્લાઓ પર સમીક્ષા બેઠક, CMએ કલેકટરોને આપી આ સુચના
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,14,800 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1,741 ને રસીનો પ્રથમ અને 5,928 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 312 ને રસીનો પ્રથમ અને 2,139 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 41,780 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 3,729 ને રસીનો પ્રથમ અને 3,466 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 1,55,705 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,22,71,449 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube