ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના (gujarat corona update) સંક્રમણ ઘટીને માત્ર 6 જિલ્લા સુધી સિમિત રહ્યું છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 17 નવા કેસ (corona case) નોંધાયા છે. જ્યારે કે, 6 ઓગસ્ટ બાદ રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નોંધાયુ નથી. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 25 હજાર 101 લોકો સંક્રમિત થયા હતા, જેમાંથી 8 લાખ 14 હજાર 830 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. પ્રદેશમાં એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 194 સુધી સિમિત રહી ગઈ છે. જ્યારે કે, હાલની કન્ડિશનમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 10077 લોકોના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા 6 શહેરોમા કેસ
અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનમાં 8 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 3, આણંદ 1, દેવભૂમિ દ્વારકા 1 અને રાજકોટ 1 એક કુલ 17 કેસ નોંધાયા છે. રાજ્યના બે ડઝનથી વધુ જિલ્લા એવા છે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી. જે રાહતના સમાચાર છે. આમ, કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, સાથે જ કોરોનામુક્ત જિલ્લાઓમાં વધારો થઈ રહ્યો છે. 


આ પણ વાંચો : ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ સતત ઘટી રહ્યાં છે. રાજ્યમાં રિકવરી રટે પણ 98.6 થી વધુના સ્તર પર પહોંચી ગયો છે. સંક્રમણનો દર ઘટતા રાજ્યમાં ઉદ્યોગ, વેપાર માર્કેટમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. 9 જુલાઈથી સ્કૂલો પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવુ છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહરે સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. હવે ત્રીજી લહેર સામે લડવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી રહી છે. 
 
જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 144 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 5416 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,37,451 નાગરિકોને રસીનો પ્રથમ અને 73,656 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,97,908 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 19,214 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 6,33,789 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 3,85,90, 661 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.