ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 555 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 482 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કુલ 2,66,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.22 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 1,08,226 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વહેલી ચૂંટણી થશે? મુખ્યમંત્રીએ પોતે આ અંગે સ્પષ્ટતા કરવાની પડી ફરજ


અત્યાર સુધીમાં કુલ 15,01,253 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,57,654 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,447 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


સ્ટેન્ડઅપ કોમેડિયન ફારૂકી વિરુદ્ધ ગુજરાતમાં પણ ફરિયાદ દાખલ, સીતાજી અંગે કરી છે અભદ્ર ટીપ્પણી


રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોલાના કેસો કાબુમાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 05 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 555 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 482 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.22 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,66,313 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


Women's Day Special: ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીઓ વસી દરેકના દિલમાં, અભિનયની રહી આગવી શૈલી 


જો રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3212 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 41 છે. જ્યારે 3171 લોકો સ્ટેબલ છે. 2,66,313 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,416 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં એક વ્યક્તિનું મોત થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube