બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત (gujarat corona update) માં કોરોના કેસમાં સતત વધારા વચ્ચે હાલની સ્થિતિએ દર કલાકે 24 લોકોને કોરોના થઈ રહ્યો છે. છેલ્લા 8 દિવસમાં જ કોરોનાના કેસ (corona case) માં અધધ દોઢ ગણો વધારો થયો છે. ત્યારે હાલની સ્થિતિ ચિંતાજનક છે. આવામા રાજ્ય સરકારની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. દિલીપ માવંળકરે કોરોનાની હાલની સ્થિતિ અને આવનાર સમયમાં કેવી સ્થિતિ સર્જાશે તે જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો.દિલીપ માવળંકરે જણાવ્યું કે, કોરોનાનું સંકર્મણ (corona virus) સતત વધશે, કેસો વધવાની શરૂઆત થઈ છે. રાહતની વાત એ છે કે આ વખતે હોસ્પિટલાઈઝેશનની જરૂર ઓછી પડશે. ડેલ્ટા વેરિયન્ટમાં 27% હોસ્પિટલાઈઝેશન હતું. ઓમિક્રોનમાં ફક્ત 17% રહે છે. ઓમિક્રોનના લક્ષણો સામાન્ય છે. દર્દી પર ઓમિક્રોનની ગંભીર અસર દેખાતી નથી. પરંતુ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે, માસ્ક પહેરવું, ભીડથી દૂર રહેવું જોઈએ. ઓમિક્રોનના કારણે કેસો વધશે, પણ ડેલ્ટા જેવી સ્થિતિ નહિ થાય.


આ પણ વાંચો : હવે થિયેટરમાં ચાલશે તમારી મરજી, ઘરમાં બનેલા પોપકોર્ન લઈને જશો તો પણ કોઈ નહિ રોકે, આવ્યો નવો નિયમ


ત્રીજી લહેરના ભણકારા વિશે તેમણે કહ્યું કે, ભારતમાં પણ કેસો વધવાની શરૂઆત થઈ છે એટલે લહેર શરૂ થઈ ચૂકી છે. શહેરોમાં હજી 1 મહિનો આ લહેરની અસર દેખાશે. પછી નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ ફેલાશે. સંક્રમણ ફેલાવા છતાં તે ઘાતક નથી એટલે ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નહીં પડે. બીજી તરફ, આફ્રિકામાં પણ સંક્રમણ વધ્યું હતું અને હવે ઘટી રહ્યું છે. રસીકરણ છતાં કોરોના થઈ રહ્યો છે પણ એનો મતલબ એ નથી કે રસી ના લેવી. રસીના કારણે કોરોનાની ઘાતકતા ઘટી છે. આગામી 6 મહિના સુધી આની અસર દેખાશે. બાળકોને પણ લોકો રસી અપાવે તે જરૂરી છે. અમદાવાદમાં આ ચોથી લહેર ગણી શકાય. કારણકે ગત દિવાળીમાં પણ કેસો વધ્યા હતા. કોરોનાના વેરિયન્ટ અલગ અલગ આવતા રહેશે, પણ તેની ઘાતકતા ઘટશે. આ વાયરસ હવે એપેડેમિક થઈ જશે એટલે કે સ્થાયી રહેશે. શિયાળામાં તેની અસર દેખાતી રહેશે જે રીતે ચિકનગુનિયા અને સ્વાઈન ફ્લૂની દેખાય છે.


આ પણ વાંચો : ભવ્ય રોડ શો બાદ રાજકોટમાં મુખ્યમંત્રીએ કહ્યું, આજે તમે મારો વટ પાડી દીધો


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 8 દિવસમાં 2284 કેસ નોંધાયા છે અને 12 લોકોનાં મોત નિપજ્યા છે. તો માત્ર એક દિવસમાં કોરોનાને લીધે રાજ્યમાં 2 લોકોનાં મોત થયા છે, આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.50 ટકા થયો છે, હાલ રાજ્યમાં કોરોનાના 2371 એક્ટિવ કેસ છે અને 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક જ દિલસમાં રાજ્યાં કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે. જ્યારે 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 269 નવા કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2 હજારને પાર થયા છે અને કુલ 2371 થયા છે. રાજકોટ શહેર અને અરવલ્લી જિલ્લામાં 1-1 મળી કુલ મોત નોઁધાયા છે. તો, 11 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. 1થી લઈને 22 ડિસેમ્બર સુધી રાજ્યમાં 22 દિવસમાં 1318 કેસ હતાં, તો 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીના 8 દિવસમાં કુલ 2284 કેસ નોંધાયા છે. જેમાં 24 ડિસેમ્બરે કેસ ઘટીને 98 થયા હતા. 23 ડિસેમ્બરે 179 દિવસ બાદ ત્રિપલ ફિગરમાં એટલે કે 111 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ 27 ડિસેમ્બરે 204 અને 25 ડિસેમ્બરે 179 નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં 27 જૂને રાજ્યમાં કુલ 112 નોંધાયા હતા.


રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 31 હજાર 78ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 116 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 589ની દર્દી ડિસ્ચાર્જ થયા છે... એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2371 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2360 દર્દીની હાલત સ્થિર છે.