કોરોના શરીરને કેવું પથ્થર જેવુ બનાવે છે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો મળ્યો
કોરોના વાયરસ તમારા શરીરને કેવું ભાંગી નાંખી તેનો મોટો પુરાવો (Gujarat Corona Update) સામે આવ્યો છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના તબીબોએ 31 મૃતકોને ઓટોપ્સી કરતા તેનુ ચોંકાવનારું તારણ સામે આવ્યું કે, ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન ધરાવતા આ મૃતકોના ફેફસા કાળા પથ્થર જેવા કડક થઈ ગયા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ તમારા શરીરને કેવું ભાંગી નાંખી તેનો મોટો પુરાવો (Gujarat Corona Update) સામે આવ્યો છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના તબીબોએ 31 મૃતકોને ઓટોપ્સી કરતા તેનુ ચોંકાવનારું તારણ સામે આવ્યું કે, ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન ધરાવતા આ મૃતકોના ફેફસા કાળા પથ્થર જેવા કડક થઈ ગયા હતા.
સિવિલની બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના 18 ડોક્ટરોની ટીમે ‘ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસક્યુલર સિસ્ટમ’ પ્રોટોકોલ મુજબ 31 મૃતકોની ઓટોપ્સી કરી હતી. આ 31 મૃતકોમાંથી 3 લોકોએ જ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મૃતકોનો ક્લિનિકલ રિપોર્ટ અત્યંત ચોંકાવનારો હતો. આ મૃતકો કોરોના વાયરસથી પીડિત હતા, તેમજ કેટલાક અન્ય રોગથી પણ પીડિત હતા. અલગ અલગ વય ગ્રૂપના 31 મૃતકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદની ત્રીજી આંખ સક્રિય બની : શહેરભરમાં લગાવાયેલા 4000 કેમેરા રાખશે વોચ
રિસર્ચમાં સામે આવ્યું કે, 31 મૃતકોની ઓટોપ્સીમાં 50 ટકાને ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન હતું તેમજ ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયા હતા. રિસર્ચમાં મૃતકોના ફેફસા, હૃદય તેમજ શરીરના અન્ય ભાગો પર વાયરસની શુ અસર થાય છે તે શોધાયુ હતું. કોવિડના ટેસ્ટિંગ માટે આરટીપીસીઆર અને બેક્ટેરિયલ-ફંગલ ઇન્ફેક્શન માટે સ્વોબ લેવાયા હતા.
બી.જે.મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના ડો. હરિશ ખુબચંદાણીએ રિપોર્ટ બાદ જણાવ્યું કે, આ તબીબો ગંભીર અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ આજના સમયમાં જો વેક્સીન અવેલેબલ છે, તો દરેક વ્યક્તિ માટે તેનો ડોઝ જીવનદાન બની શકે છે.