ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,126 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,21,058 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 165 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 159 સ્ટેબલ છે. 8,16,126 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું હોય તેમ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વલસાડમાં 6 કેસ આવ્યા છે. નવસારીમાં 4 કેસ આવ્યા છે. સુરતમાં 3, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશનમાં 2-2-2, જ્યારે ભાવનગર અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 25 કેસ આવ્યા છે.


રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5 ને પ્રથમ જ્યારે 1798 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 18407 નાગરિકોને રસીનો પ્રથમ, જ્યારે 70037 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 52665 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 178116 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 3,21, 028 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,83,21,998 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.