દાહોદની મહિલાએ રેકોર્ડ બનાવ્યો, 7 મહિના પછી કોરોનાને માત આપી ઘરે આવ્યા
બે વર્ષ બાદ પણ કોરોના હજી હંફાવી રહ્યો છે. ક્યાંક શાંત પડે, તો ક્યારેક ઉથલો મારે. આવામાં કોરોનાના અનેક દર્દીઓ માટે ક્યારેય ન ભૂલાય તેવા કિસ્સા બની રહ્યાં છે. કોરોનાને કારણે કેટલાય દર્દીઓ એવા છે જેમને મહિનાઓ સુધી હોસ્પિટલની પથારીએ પડીને સારવાર લેવી પડી છે. આવામાં લેટેસ્ટ કિસ્સો દાહોદની મહિલાનો છે. 45 વર્ષીય મહિલાને કોરોનાને કારણે 7 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યું. સાત મહિના બાદ આખરે મહિલાને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :બે વર્ષ બાદ પણ કોરોના હજી હંફાવી રહ્યો છે. ક્યાંક શાંત પડે, તો ક્યારેક ઉથલો મારે. આવામાં કોરોનાના અનેક દર્દીઓ માટે ક્યારેય ન ભૂલાય તેવા કિસ્સા બની રહ્યાં છે. કોરોનાને કારણે કેટલાય દર્દીઓ એવા છે જેમને મહિનાઓ સુધી હોસ્પિટલની પથારીએ પડીને સારવાર લેવી પડી છે. આવામાં લેટેસ્ટ કિસ્સો દાહોદની મહિલાનો છે. 45 વર્ષીય મહિલાને કોરોનાને કારણે 7 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યું. સાત મહિના બાદ આખરે મહિલાને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
આ મહિલાનું નામ છે ગીતાબેન ધાર્મિક. જેઓ ગોધરા રોડના જમનાદાસ પાર્કમાં રહે છે. 45 વર્ષીય ગીતાબેન ધાર્મિક મે મહિનામાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા. સાત મહિના સુધી તેઓ રેલવે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેના બાદ તેમને શુક્રવારે રજા આપવામાં આવી હતી. આટલી લાંબી સારવાર લેનાર ગીતાબેનને પણ તબીબો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફૂલહાર કરીને વિદાય આપવામાં આવી હતી. તો આટલા લાંબા સમય બાદ ઘરે આવેલા ગીતાબેનનું પરિવારના સદસ્યો દ્વારા પણ સ્વાગત કરાયુ હતું.
આ પણ વાંચો : અમરેલીના ખેડૂતોનો ટ્રેન્ડ બદલાયો, શિયાળામાં મબલખ કમાણી આપે તેવી ખેતી તરફ વળ્યાં
કેમ લેવી પડી આટલી લાંબી સારવાર
25 એપ્રિલના રોજ ગીતાબેનના પિતાનું નિધન થતા તેઓ ભોપાલ ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ તેઓ કોરોનાગ્રસ્ત થયા હતા. જેના બાદ 1 મે ના રોજ તેમને રેલવે હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ વધુ તબિયત લખડતા તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 7 મેના રોજ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ હતું. પરંતુ તેના બાદ ફરીથી તેમની તબિયત લથડી હતી. બે મહિના સુધી તેમને વેન્ટીલેટર અને એક મહિના બાયપેપ પર રાખવામાં આવ્યા હતા. દર મિનિટે તેમને 50 લીટર ઓક્સિજનની જરૂર પડતી હતી. કોરોનાની સાથે તેમને સેકન્ડરી બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન પણ થયુ હતું. આમ, આ કારણે તેઓ સતત 7 મહિના હોસ્પિટલમાં રહેવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત સરકારની ખેડૂતોને વધુ એક ભેટ, મોબાઈલ ખરીદવા કરશે સહાય
તબીબોએ હિંમત આપી
ગીતાબેન પોતાની ટ્રીટમેન્ટનો શ્રેય તબીબોને આપે છે. તેઓ કહે છે કે, હોસ્પિટલનો સ્ટાફ મારો જુસ્સો વધારતો રહ્યો છે. વોર્ડમાં કોઇનું નિધન થાય ત્યારે ડોક્ટર પરદો નાખી દેતા હતા પણ હું મારો ભય દુર ભગાવવા તે પરદો ખોલાવી દેતી હતી. દર્દી પોતે હિંમત રાખે અને પરિવારનો સાથે મળે તો તે કોઇ પણ બીમારીને માત આપી શકે છે.