ગાંધીનગર :  ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 7606 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 11,11,394 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 93.75 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,87,645 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 63564 એક્ટિવ કેસ છે. જ્યારે 266 નાગરિકો વેન્ટીલેટર પર છે. 1111394 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10579 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. તો આજે કોરોનાને કારણે કુલ 34 નાગરિકોનાં મોત થયા છે. ભાવનગરમાં 1,પંચમહાલમાં 1, વલસાડમાં 1, જામનગર કોર્પોરેશન 1, મોરબી 1, ભાવનગર કોર્પોરેશન 1, ભરૂચ 3, ખેડા 1, સુરત 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 4 અને અમદાવાદ કોર્પોરેશન 10  સહિત કુલ 34 નાગરિકોનાં મોત થયા છે. 


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 37 ને પ્રથમ, 626ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 4964ને પ્રથમ અને 15185ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23718ને પ્રથમ અને 84070 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 25591 ને પ્રથમ અને 198744 ને બીજો ડોઝ અપાો હતો. આ ઉપરાંત 34710 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 3,87,645 ડોઝ અપાયા હતા.