ગાંધીનગર : રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોની દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.84 ટકા છે. આજે રાજ્યમાં કુલ 31,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે સતત બીજા દિવસે કોરોનાનાં નવા કેસ 10 હજારની નીચે એટલે કે, 9061 કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે કોરોનાને કારણે કુલ 15,076 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી 6,24,107 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં કુલ 1,11,263 એક્ટિવ કેસ છે. 791 લોકો વેન્ટિલેટર પર છે. 1,10,472 લોકો સ્ટેબલ છે. 6,24,107 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 9039 લોકોનાં મોત નિપજ્યાં છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ 100 ની નીચે પહોંચી હતી. આજે કોરોનાને કારણે કુલ 95 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોનાનો સેકન્ડ વેવ હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાનો ગ્રાફ ધીરે ધીરે ઘટી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube