India Covid 19 Virus Case Latest Update : ચીનનો ઘાતક કોરોના વાયરસ ગુજરાત સુધી પહોંચી ગયો છે. ભારતના 6 રાજ્યોમાં કોરોના ફેલાઈ ગયો છે. ત્યારે ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થયો છે. ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસમા ઉછાળો થતા કોરોનાના ટેસ્ટ કરાવવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાયરસના એક્ટિવ કેસના મામલે ગુજરાત દેશભરમાં પાંચમાં ક્રમે આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કેસમાં ઉછાળો 
દેશભરમાં છેલ્લા કેટલાક કલાકોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાથી સંક્રિમત ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. આ દરમિયાન કુલ 116 નવા કેસ નોંધાયા છે. હવે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4170 પર પહોંચી ગઈ છે. 


ગુજરાતના દરિયા પાસે મોટું સંકટ, દેશના દુશ્મનો વધતા અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત


કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત 24 કલાકમાં 293 સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. પરંતું નવો JN.1 વેરિઅન્ટના એક્ટિવ 63 કેસ પર પહોચ્યા છે. JN.1 વેરિઅન્ટના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 50 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજારને પાર પહોંચી ગયા છે. હાલ ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગણા અને ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ જોવા મળ્યા છે. આમ, ભારતમાં તેજીથી કોરોના વાયરસ ફરીથી ફેલાઈ રહ્યો છે. 


રાજકોટમાં રાતે એકલા બહાર નીકળતા નહિ : દીપડાના ડરથી વન વિભાગે આપી ચેતવણી


કોરોના ટેસ્ટની ફરી શરૂઆત
કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી અમદાવાદ મનપાનુ આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. શહેરના આરોગ્ય સેન્ટરમાં કોવિડના ટેસ્ટ માટે આદેશ અપાયા છે. શંકાસ્પદ દર્દીઓના રેપીડ ટેસ્ટની આરોગ્ય કેન્દ્રમાં શરૂઆત થઈ છે. અમદાવાદમાં હાલ કોરોનાના ૩૫ સક્રિય કેસ પહોંચ્યા છે. શરદી ખાંસી તાવના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટીંગ કીટનો જથ્થો આપવામાં આવશે. જરૂર પડે આર ટી પીસીઆર ટેસ્ટની પણ શરૂઆત કરાશે. 


ચીનમાં સ્મશાનો હાઉસફુલ 
ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે ફૂંફાડો માર્યો છે. ચીનમાં કોરોનાના 1,18,000થી વધારે એક્ટિવ કેસ થઈ ગયા છે. 7557 દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર છે. હાલ સ્થિતિ એવી છે કે, ચીનમાં 24 કલાક સ્મશાન ગૃહો ધમધમી રહ્યાં છે. બ્રિટનમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ 6 રાજ્ય સુધી ફેલાયો છે. 


ગુજરાતમાં કૂતરાઓથી બચીને રહેજો, રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે