ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે નવા 16,617 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 11,636 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.35 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,16,936 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 134837 કુલ કેસ છે. જે પૈકી 258 વેન્ટિલેટર પર છે. 134579 નાગરિકો સ્ટેબલ છે. 9,17,469 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10249 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 19 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશન 2, સુરત 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1, વલસાડમાં 3,નવસારીમાં 1, બનાસકાંઠામાં 2, દાહોદમાં 1 સહિત કુલ 19 લોકોનાં મોત નિપજ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube