ગુજરાતમાં રોજના 1 લાખ લોકોનું વેક્સિનેશન કરવાના દાવાની હવા નીકળી, ખૂટી પડ્યા રસીના ડોઝ
ગુજરાતમાં એક તરફ પૂરજોશમાં વેક્સિનેશન (vaccination) નો દાવો કરવામાં આવી રહ્યો છે. પંરતુ ગુજરાતમા વેક્સીનનો જથ્થો ન હોવાની બૂમો પડી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં વેક્સિન હોવાના સમાચાર આવી રહ્યા છે. જેથી અનેક સેન્ટરો પર હાલ વેક્સિનેશન કાર્યક્રમ અટકી પડ્યા છે. લોકો વેક્સિન લીધા વગર પરત ફરી રહ્યાં છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં એક તરફ પૂરજોશમાં વેક્સિનેશન (vaccination) નો દાવો કરવામાં આવી રહ્યો છે. પંરતુ ગુજરાતમા વેક્સીનનો જથ્થો ન હોવાની બૂમો પડી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં વેક્સિન હોવાના સમાચાર આવી રહ્યા છે. જેથી અનેક સેન્ટરો પર હાલ વેક્સિનેશન કાર્યક્રમ અટકી પડ્યા છે. લોકો વેક્સિન લીધા વગર પરત ફરી રહ્યાં છે.
રાજકોટમાં વેક્સીનના અભાવે 100 થી વધુ રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. કોવિશિલ્ડના 23000 ડોઝની જરૂરિયાત સામે 2300 ડોઝ જ સેન્ટરો પર ઉપલબ્ધ છે. આજે પણ સંખ્યબંધ કેન્દ્રો ઉપર રસી ઉપલબ્ધ નથી. 2 દિવસમાં રસી ન હોવાથી 5 કેમ્પ મોકૂફ રાખવા પડ્યા છે. રાજકોટમાં વેક્સિનેશન કેન્દ્ર પર આજે પણ લાંબી કતારો જોવા મળી હતી. શહેરના અમીન માર્ગ કેન્દ્ર ઉપર વેક્સીન લેવા લોકો ઉમટ્યા હતા. હાલ રાજકોટમાં 25 કેન્દ્ર જ ચાલુ છે, જેમાં 5 હજાર ડોઝ ઉપલબ્ધ હતા.
અમદાવાદમાં કોવિડ વેક્સિનેશન (Covid Vaccine) મામલે શહેરમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળી રહ્યો છે. રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી અનેક સેન્ટરો પર લોકોની ભીડ દેખાઈ રહી છે. આજે શહેરના ટાગોર હોલ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રસી લેનારાની લાંબી લાઈનમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ભીડને કાબૂમાં લેવા પોલીસ જવાનોએ ભારે પ્રયાસ કર્યા હા. પરંતુ સરકારમાંથી જ રસીનો સ્ટોક ન આવતો હોવાની amc દ્વારા કબૂલાત કરાઈ હતી. દૈનિક 1 લાખનું વેક્સીનેસન કરવાના સરકારના દાવાની હવા નીકળતી જોવા મળી રહી છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં 27000 લોકોને જ રસી આપી શકાઇ હતી. આજે આ આંકડો 15 થી 16000 પર વેક્સીનેશનનો આંકડો પહોંચે એવી સંભાવના છે.
ઉપલેટામાં વેક્સિન લેવા માટે લાગી લાંબી કતારો જોવા મળી રહી છે. ઉપલેટા જનતા ગાર્ડન પાસે આવેલ સૂરજવાડી ખાતે વેક્સીન લેવા લોકો ઉમટી પડ્યા હતા. આજે વહેલી સવારથી જ લોકો વેક્સિન લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. 18+ તથા 45+ વધુના લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. માત્ર 400 ના ડોઝ સામે 600 થી વધુ લોકો ઉમટતા અવ્યવસ્થા સર્જાઈ હતી. આ અવ્યવસ્થાને લઈને લોકોમાં અફરાતફરી અને અસંતોષનો માહોલ સર્જાયો હતો. આ વેક્સિનેસન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા છેવટે પોલીસ બોલાવી વ્યવસ્થા જળવાય તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા. સરકાર દ્વારા મોટી સંખ્યામાં જથ્થો ફાળવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
વડોદરાના પાદરાના રસીકરણ કેન્દ્ર પર હોબાળો જોવા મળ્યો હતો. વેક્સીનનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સીન ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ઘટના સ્થળે પાદરા પોલીસ પણ દોડી આવી હતી. સતત બે દિવસથી વેક્સીનેશન સેન્ટર પર મોટી ભીડ જામે છે. વહેલી સવારથી લોકો વેક્સીન મૂકાવવા માટે પહોંચે છે. સેન્ટર પર માત્ર ત્રણ લોકોનો જ સ્ટાફ હાજર હોય છે.