GUJARAT CORONA UPDATE: 17 જિલ્લાઓમાં એક પણ કેસ નહી, નવા 80 કેસ, 02 ના મોત
ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે હવે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટતા જઇ રહ્યા છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. રાજ્યમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા છે. આજે 228 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,10,979 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ 2,48,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે હવે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટતા જઇ રહ્યા છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. રાજ્યમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા છે. આજે 228 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,10,979 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ 2,48,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Gujarat ની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા આદેશ, શિક્ષણ સંઘની માંગ સ્વિકારાઇ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2644 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 વેન્ટીલેટર પર છે. 2634 લોકો સ્ટેબલ છે. 8,10,979 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10064 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને અરવલ્લીમાં 1 આમ કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં છે. 17 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ડબલ ડિજીટમાં માત્ર સુરત અને અમદાવાદ કોર્પોરેશનમાં જ કોરોનાના કેસ નોંધાયા હતા.
Vadodara ના આ વિસ્તારમાં અચાનક લાગી આગ અને એકથી વધુ કાર બળીને થઈ ખાખ
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 136 લોકોને એક ડોઝ, 7197 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 38568 લોકોને પ્રથમ અને 74463 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યાં છે. 18-45 વર્ષનાં 1,24,526 નાગરિકોને પ્રથમ અને 3906 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,48,796 અને અત્યાર સુધીમાં કુલ 2,62,11,578 ગુજરાતીઓને રસીનો પ્રથમ અથવા તો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube