ઝી મીડિયા/બ્યૂરો :હવે કલાકોમાં જ ઓમિક્રોન છે કે નહીં તે જાણી શકાશે..ગુજરાત બાયોટેક લેબે એક ખાસ કિટ વીકસાવી છે. જેનાથી હવે 5થી 8 કલાકમાં જ ઓમિક્રોન વેરિયન્ટ અંગે જાણી શકાશે. હાલમાં ઓમિક્રોન છે કે નહીં તેનું પરિણામ ૩ દિવસે આવે છે. પરંતુ આ નવી કિટથી ટેસ્ટિંગ ઝડપી થશે. ઓમિક્રોનના ઝડપી ટેસ્ટિંગ માટે ગુજરાત બાયોટેક નવી કિટને ઉપયોગમાં લેવા માટે મંજૂરી અપાઈ છે. હાલ દુનિયાભરમાં ઓમિક્રોનની આફતની દહેશત જોવા મળી રહી છે. ત્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તેના 3થી 4 દિવસ બાદ તે ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તેની જાણ થતી હોય છે. પરંતુ હવે નવી કિટીના લીધે કલાકોની અંદરમાં જ સંક્રમણની જાણ થઈ શકશે. જેથી વહેલી સારવાર પણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021ની વિદાય અને 2022ના આગમન પહેલા ગુજરાતમાં ઓમિક્રોનનું આક્રમણ થયું છે. વડોદરામાં 17, અમદાવાદમાં 9 અને આણંદમાં 4 સહિત રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 43 કેસ હાલ ગુજરાતમાં છે. જે હાહાકાર મચાવવા પૂરતા છે. આવામાં જો ઝડપથી ઓમિક્રોનનું ટેસ્ટીંગ નહિ થાય તો તે વાયુવેગે ફેલાશે. પરંતુ ગુજરાત બાયોટેકે તેનુ સોલ્યુશન શોધી કાઢ્યુ છે. ગુજરાત બાયોટેક લેબ દ્વારા ઝડપી પરિણામ આપતી ટેસ્ટીંગ કીટ વિકસાવી છે. તથા ઝડપી પરિણામ આપતી ટેસ્ટીગ કીટ દ્વારા ૫ થી ૮ કલાકમાં ઓમિક્રોન વેરીએન્ટનું ટેસ્ટીંગ થઈ શકશે. નવી ઝડપી ઓમિક્રોન ટેસ્ટીંગ કીટને ઉપયોગમાં લેવા માટે મંજૂરી અપાઈ છે. 


આ પણ વાંચો : એક પણ દારૂની બોટલ બોર્ડર પાર નહિ આવે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો આ જિલ્લાની પોલીસે


અત્યાર સુધી ઓમિક્રોનના ટેસ્ટનો રિપોર્ટ આવતા 3 દિવસ લાગતા હતા, ત્યા સુધી ઓમિક્રોન એક દર્દીમાંથી અનેક દર્દીમાં ફેલાઈ જતો હતો. પરંતુ હવે ગુજરાત બાયોટેકની કીટ 2 કલાકમાં પરિણામ આપી દેશે. 


ઉલ્લેખનીય છે કે, ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચે હવે દુનિયા પર ડેલ્મિક્રોનનો ખતરો મંડરાઈ રહ્યો છે..ઓમિક્રોનના કેસો દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલ ઓમિક્રોન હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. જો કે આ બધા વચ્ચે હવે ડેલ્મિક્રોન વધુ ઘાતક બની શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ડેલ્મિક્રોનના લીધે જ અમેરિકા અને યુરોપમાં કોરોનાના રોકેટ ગતિ કેસ વધી રહ્યા છે. ડેલ્મિક્રોન કોરોનાનો નવો વેરિએન્ટ નથી. પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટ મળીને એક સુપર સ્ટ્રેન બનાવી રહ્યા છે. જેને ડેલ્મિક્રોન કહેવામાં આવી રહ્યો છે.એક જ વ્યક્તિમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંનેના સંક્રમણથી પેદા થનારી સ્થિતિને જ ડેલ્મિક્રોન કહેવામાં આવે છે. નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકો-ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિએન્ટથી સંક્રમિત થાય ત્યારે ડેલ્મિક્રોન વધુ ઘાતક સ્વરૂપ લઈ લે છે.એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકામાં વધતા કોરોના કેસોની પાછળ ડેલ્ટા કે ઓમિક્રોનના બદલે ડેલ્મિક્રોન પણ જવાબદાર હોઈ શકે છે. કેટલાક અન્ય રિસર્ચર્સે પણ ચેતવણી આપી છે કે ડેલ્ટા અને ઓમિક્રોનનું સંયોજન દુર્લભ છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓ સર્જાય તો એવું શક્ય પણ છે. દુનિયાની સાથે હવે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે..ત્યારે આગામી દિવસમાં ભારતમાં પણ ડેલ્ટા અને ઓમિક્રોનના સંયોજનથી ડેલ્મિક્રોનનો ખતરો ઊભો થઈ શકે છે.